2
બંદિવાસમાંથી પાછા ફરેલાંની નામાવલી
નહે. 7:4-73
બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદિયાના જે લોકોને બંદીવાન કરીને બાબિલ લઈ ગયો હતો, તેઓમાંના રાજાની ગુલામીમાંથી જે મુક્ત થઈને યરુશાલેમમાં તથા યહૂદિયામાં પોતપોતાનાં નગરમાં પાછા આવ્યા તે માણસોનાં નામ આ પ્રમાણે છે: ઝરુબ્બાબેલ, યેશૂઆ, નહેમ્યા, સરાયા, રએલાયા, મોર્દખાય, બિલ્શાન, મિસ્પાર, બિગ્વાય, રહૂમ, તથા બાનાહ.
ઇઝરાયલી લોકોની સંખ્યા આ પ્રમાણે છે.
પારોશના વંશજો: બે હજાર એકસો બોતેર. શફાટયાના વંશજો: ત્રણસો બોતેર. આરાહના વંશજો: સાતસો પંચોતેર. યેશૂઆ તથા યોઆબથી પાહાથ-મોઆબના વંશજો: બે હજાર આઠસો બાર.
એલામના વંશજો: એક હજાર બસો ચોપન. ઝાત્તૂના વંશજો: નવસો પિસ્તાળીસ. ઝાકકાયના વંશજો: સાતસો સાઠ. 10 બાનીના વંશજો: છસો બેતાળીસ.
11 બેબાયના વંશજો: છસો ત્રેવીસ. 12 આઝગાદના વંશજો: એક હજાર બસો બાવીસ. 13 અદોનિકામના વંશજો: છસો છાસઠ. 14 બિગ્વાયના વંશજો: બે હજાર છપ્પન.
15 આદીનના વંશજો: ચારસો ચોપન. 16 આટેરમાંના, હિઝકિયાના વંશજો: અઠ્ઠાણું. 17 બેસાયના વંશજો: ત્રણસો ત્રેવીસ. 18 યોરાના વંશજો: એકસો બાર.
19 હાશુમના લોકો: બસો ત્રેવીસ 20 ગિબ્બારના લોકો: પંચાણું. 21 બેથલેહેમના લોકો: એકસો ત્રેવીસ. 22 નટોફાના લોકો: છપ્પન.
23 અનાથોથના લોકો: એકસો અઠ્ઠાવીસ. 24 આઝમાવેથના લોકો: બેતાળીસ. 25 કિર્યાથ-યારીમ, કફીરા અને બેરોથના લોકો: સાતસો તેંતાળીસ. 26 રામા અને ગેબાના લોકો: છસો એકવીસ.
27 મિખ્માશના લોકો: એકસો બાવીસ. 28 બેથેલ અને આયના લોકો: બસો ત્રેવીસ. 29 નબોના લોકો: બાવન. 30 માગ્બીશના લોકો: એકસો છપ્પન.
31 બીજા એલામના લોકો: એક હજાર બસો ચોપન. 32 હારીમના લોકો: ત્રણસો વીસ. 33 લોદ, હાદીદ અને ઓનોના લોકો: સાતસો પચીસ.
34 યરીખોના લોકો: ત્રણસો પિસ્તાળીસ. 35 સનાઆહના લોકો: ત્રણ હજાર છસો ત્રીસ.
36 યાજકોનાં નામ આ પ્રમાણે છે: યેશૂઆના કુટુંબના, યદાયાના વંશજો: નવસો તોંતેર. 37 ઈમ્મેરના વંશજો: એક હજાર બાવન. 38 પાશહૂરના વંશજો: એક હજાર બસો સુડતાળીસ. 39 હારીમના વંશજો: એક હજાર સત્તર.
40 લેવીઓના નામ આ પ્રમાણે છે: હોદાવ્યાના અને યેશૂઆના તથા કાદમીએલના વંશજો: ચુંમોતેર. 41 ભક્તિસ્થાનના ગાનારાઓ આ પ્રમાણે છે: આસાફના વંશજો એકસો અઠ્ઠાવીસ. 42 ભક્તિસ્થાનના દ્વારપાળો: શાલ્લુમ, આટેર, ટાલ્મોન, આક્કુબ, હટીટા અને શોબાયના વંશજો: કુલ એકસો ઓગણચાળીસ. 43 ભક્તિસ્થાનમાં સેવા કરવા માટે નિયુક્ત કરાયેલા: સીહા, હસૂફા, ટાબ્બાઓથ, 44 કેરોસ, સીહા, પાદોન, 45 લબાના, હગાબા, આક્કુબ, 46 હાગાબા, શામ્લાય, અને હાનાનના વંશજો.
47 ગિદ્દેલ, ગહાર, રાયા, 48 રસીન, નકોદા, ગાઝ્ઝામ, 49 ઉઝઝા, પાસેઆ, બેસાઈ, 50 આસના, મેઉનીમ, નફીસીમના વંશજો.
51 બાકબુક, હાકૂફા અને હાર્હૂર, 52 બાસ્લુથ, મહિદા, હાર્શા, 53 બાર્કોસ, સીસરા, તેમા, 54 નસીઆ અને હટીફાના વંશજો.
55 સુલેમાનના સેવકોના વંશજો: સોટાય, હાસ્સોફેદેથ, પરૂદા, 56 યાઅલાહ, દાર્કોન અને ગિદ્દેલ, 57 શફાટયા, હાટ્ટીલ, પોખરેથ-હાસ્સબાઈમ અને આમીના વંશજો. 58 ભક્તિસ્થાનમાં સેવા કરવા માટે નિયુક્ત કરાયેલા અને સુલેમાનના સેવકોના વંશજો: કુલ ત્રણસો બાણું હતા.
59 તેલ-મેલાહ, તેલ હાર્શા, કરુબ, અદાન તથા ઈમ્મેરમાંથી પાછા આવેલા જેઓ ઇઝરાયલીઓમાંના પોતાના પૂર્વજોની વંશાવળી સાબિત કરી શક્યા નહિ, તેઓનાં નામ આ પ્રમાણે છે: 60 દલાયા, ટોબિયા, અને નકોદાના વંશજો: છસો બાવન, 61 યાજકોના વંશજોમાંના: હબાયાના વંશજો, હાક્કોસના વંશજો અને બાર્ઝિલ્લાય કે જેણે ગિલ્યાદી બાર્ઝિલ્લાયની દીકરીઓમાંથી એકની સાથે લગ્ન કર્યું હતું અને તેથી તેનું નામ બાર્ઝિલ્લાય પડ્યું હતું તેના વંશજો. 62 તેઓએ સર્વ વંશાવળીમાં તપાસ કરી પણ તેઓનાં નામ મળ્યાં નહિ. તેઓએ યાજકપદપણાને ભ્રષ્ટ કર્યું તેથી 63 સૂબાએ તેઓને કહ્યું કે, ઉરીમ અને તુમ્મીમ દ્વારા મંજુર કરવામાં ન આવે ત્યાં સુધી પરમપવિત્ર અર્પણોમાંથી તેઓએ ખાવું નહિ.
64 સમગ્ર પ્રજાની કુલ સંખ્યા બેતાળીસ હજાર ત્રણસો સાઠ હતી. 65 તે ઉપરાંત તેઓનાં દાસો તથા દાસીઓ સાત હજાર ત્રણસો સાડત્રીસ હતા અને તેઓમાં ભક્તિસ્થાનમાં ગાયક સ્ત્રી પુરુષોની સંખ્યા બસો હતી.
66 તેઓનાં જાનવરોમાં, સાતસો છત્રીસ ઘોડા, બસો પિસ્તાળીસ ખચ્ચરો, 67 ચારસો પાંત્રીસ ઊંટો અને છ હજાર સાતસો વીસ ગધેડાં હતાં.
68 જયારે તેઓ યરુશાલેમમાં, યહોવાહના ઘરમાં ગયા, ત્યારે પિતૃઓના કુટુંબોમાંથી કેટલાક વડીલોએ, સભાસ્થાનને તેની જગ્યાએ પુનઃસ્થાપિત કરવા માટે તેઓએ રાજીખુશીથી અર્પણો આપ્યાં. 69 તેઓએ પોતાની શક્તિ પ્રમાણે બાંધકામને માટે એકસઠ હજાર દારીક સોનું*, પાંચ હજાર માનેહ ચાંદી અને યાજકના સો ગણવેશ આપ્યાં.
70 યાજકો, લેવીઓ, બીજા કેટલાક લોકો, ગાનારાઓ, દ્વારપાળો તથા ભક્તિસ્થાનમાં સેવા માટે નિયુક્ત કરવામાં આવેલા સેવકોએ, તેમના નગરોમાં વસવાટ કર્યો. સર્વ ઇઝરાયલીઓ પોતપોતાનાં નગરોમાં વસ્યા.
* 2:69 લગભગ 500 કિલોગ્રામ 2:69 લગભગ 2,800 કિલોગ્રામ